પાંખી શાહ : Can a girl join as a deck officer in the Merchant Navy?

Que : પાંખી શાહ : Can a girl join as a deck officer in the Merchant Navy?

Ans :

કોઈ પણ વ્યક્તિ મર્ચન્ટ નેવીમાં ડેક ઓફિસર તરીકે જોડાઈ શકે છે. કોઈ પણ વ્યક્તિ છોકરીને મર્ચન્ટ નેવીમાં જોડાવા માટે નકારી શકે નહિ, જો તમે યોગ્ય લાયકાત ધરાવતા હોય તો તમે ચોક્કસથી હોદ્દો મેળવી શકો છો. કેપ્ટન રાધિકા મેનન - મર્ચન્ટ નેવી કેપ્ટન બનારી પ્રથમ મહિલા છે. જેઓ સફળતાપૂર્વક વાહનોની કમાન્ડિંગ કરી રહ્યા છે. અને તેમની બહાદુરી માટે તેમને પ્રતિષ્ઠિત એવોર્ડ પણ મેળવેલ છે. તેમને ગંભીર હવામાનમાં માછીમારોને બચાવ્યા પણ હતા. મર્ચન્ટ નેવીમાં કારકિર્દી બનાવતી વખતે છોકરીએ કઈ બાબતનો સામનો કરવો પડે છે એના પર આવીએ. તમારે માનસિક રીતે કઠણ અને ભાવનાત્મક રીતે સ્થિર રહેવું પડશે. તમે વહાણમાં 20-25 ક્રૂ વચ્ચે એકલી છોકરી પણ હોઈ શકો છો. કેટલીકવાર લોકો તમારા વિશે વાતો પણ કરશે. હું શું કહેવા મંગુ છું મને લાગે તમે સમજી ગયા હશે. જો આ બધી પરિસ્થિતિ સામે લડવાની ભાવનાત્મક શક્તિ, આત્મવિશ્વાસ હશે તો તમે ચોક્કસથી આ ફિલ્ડમાં કેરિયર બનાવી શકો છો. તમારા સપનાને પૂર્ણ કરો....

કારકિર્દી સંબંધિત પ્રશ્નોના સમાધાન માટે "MK Student Guide App" ને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.mkstudent.guide&hl=en_IN

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

20 − fifteen =