સ્વ. દિપક ગોહિલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મહુવા (ગુજરાત) તાલુકાના નાના જાદરા ગામમાં સ્વ. દિપક ગોહિલની સ્મૃતિમાં વર્ષ 2006 માં ચબુતરો બંધાવવામાં આવેલ છે જેનો જીર્ણોદ્ધાર વર્ષ 2016 ના ડિસેમ્બર માસમાં કરવામાં આવ્યો.નાના જાદરાના ચોકમાં સ્થિત આ સ્મારક ગામની શોભા વધારે છે અને દરરોજ સેંકડો અબુધ પક્ષીઓને ચણ નાખવામાં આવે છે. નાના જાદરા એ સ્વ. દિપકનું મોસાળનું ગામ છે.
ચબુતરાને ચાર ભાગમાં વિભાજીત કરીને તેની દરેક દીવાલ પર જીવનને નવી દિશા આપતા સંદેશાઓ મુકવામાં આવ્યા છે, એક સાઈડ સ્વ. દિપક ના ફોટો સાથે સંસ્થાની પ્રવૃતિઓની માહિતી છે.બે દિશાઓમાં ભારત રત્ન ડો. બાબા સાહેબ આંબેડકરનું જીવન કવન અને તેના સંદેશ મુકાયેલા છે અને એક સાઈડ ગીતામાં અપાયેલ માનવ કલ્યાણ સંદેશ મુકાયેલો છે.
નાના જાદરા ગામની દીકરીઓ અને વહુવારુઓ સવારે નિત્યક્રમના ભાગ રૂપે અહીં ચણ નાખવાનું ચૂકતી નથી.
મહુવા જાઓ ત્યારે માં કામલ પક્ષીઘરની મુલાકાત લેવાનું ચૂકશો નહીં.


