માં કામલ વુમન વેલ્ફેર ફાઉન્ડેશન સંચાલિત માં કામલ મેડિકલ સેન્ટર ની દરેક શાખાઓ પર નર્સિંગ તાલીમાર્થી બહેનો દ્વારા ભારતના સૌથી મોટા લોકશાહી પર્વ તેવા 72 માં સ્વતંત્રતા દિવસની ભરપૂર દેશપ્રેમ અને આનંદ ઉત્સાહ થી ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે સંસ્થાની શાખાઓ સુરત - વડોદરા - નવસારી - રાજપીપલા - વ્યારા - માંડવી ખાતે સમાજના અગ્રગણ્ય મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં સંસ્થાની વિદ્યાર્થીની બહેનો દ્વારા દેશભક્તિ ગીત, વક્તવ્ય, ગ્રુપ ડાન્સ, સામાજિક સંદેશ આપતા નાટક વગેરે કૃતિઓ રજુ થઇ હતી. મહાનુભાવો દ્વારા પ્રસંગને અનુરૂપ દેશ પ્રત્યેની આપણી ફરજોથી દરેક ને માર્ગદર્શિત કરવામાં આવ્યા હતા અને નર્સ બહેનોને દેશને મદદરુપ થઇ શકાય તેવો વ્યવસાય પસંદ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
સંસ્થાના ડાયરેક્ટર ડો. અનિલકેસર ગોહિલ દ્વારા પોતાના પ્રાસંગિક ઉદ્દબોધનમાં જન્મદાતા માં, કુળદેવી માં, ભારત માં, પ્રકૃતિ માં અને વિજ્ઞાન માં એમ માતાના 5 પ્રકાર જણાવ્યા હતા જેમાં ભારત માતા પ્રત્યેની આપણી ફરજ ને સૌથી ઉપર મુકવા અનુરોધ કર્યો હતો.
