ગઈ કાલે સાંજે જયારે હું ઑફિસથી ઘરે નીકળવા તૈયારી કરતો હતો ત્યારે એક સજ્જન હાથમાં બે થેલા સાથે પ્રવેશ્યા, તેમની પાસે વોટર મેટ્રેસ અને સક્શન મશીન હતા જે તેના પિતાશ્રીની બીમારી દરમ્યાન ઘરે સારવાર અપાવતી વખતે તેઓએ ખરીદેલા, તેઓના પિતાશ્રીનો 4 માસની ટૂંકી બીમારી બાદ સ્વર્ગવાસ થયા બાદ ઘરે ઉભા કરી દીધેલા નાનકડા દવાખાનાની બધીજ વસ્તુઓ તેઓ સેવાકિય સંસ્થાને આપી પોતાના પિતાશ્રીને શ્રદ્ધાંજલિ આપવા કટિબદ્ધ જણાયા, આ પોસ્ટ દ્વારા હું દાતાશ્રી નરેશભાઈ સેવાણીનો ઋણસ્વીકાર કરું છું અને તેમના પિતાશ્રી સ્વ. નંદલાલ સેવાણીના આત્માને ઈશ્વર ચીર:શાંતિ અર્પે તેવી પ્રાર્થના કરું છું.
હકીકતમા શ્રી નરેશભાઈ સેવાણી તરફથી બે વસ્તુ જ દાનમાં ન મળી પરંતુ એક વિચાર જે ઘણા સમયથી મારા મગજમાં ચાલ્યા કરતો હતો તેના અમલીકરણ માટેનું નિમિત્ત તેઓ થયા. સંસ્થા દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓને વ્હીલચેર, પાણીની ગાદી વોકર વગેરે રીહેબીલિટેશન ઇકવીપમેન્ટ્સ વિનામૂલ્યે વાપરવા માટે આપવાનું શરુ કરવાનું વિચારાધીન હતું તેનો આજથી શુભ પ્રારંભ કરીએ છીએ. અલબત્ત દુરુપયોગ ન થાય એટલા માટે જરૂરી રિફન્ડેબલ ડિપોઝીટ લેશું
આપની પાસેથી અમારી અપેક્ષા:- જરૂરિયાતમંદ દર્દી સુધી આ માહિતી પહોંચતી કરો.
- જન્મ દિવસ, સ્વજનની તિથિ, વાર - તહેવાર પ્રસંગે સદ્કાર્યમાં કંઈક વાપરવા માંગતા હો તો આવા સાધનો ખરીદીને અમારી સંસ્થા ના માધ્યમથી દર્દીઓને આપી શકો છો, અમારી સંસ્થા દ્વારા રોકડ સ્વરૂપે દાન સ્વીકારવામાં આવતું નથી.
- સ્વ દિપક ગોહિલ ચેરીટેબલ ટ્રસ્ટ : અંજલીબેન ગોહિલ : 9377399739
- ગંગામાં ચેરીટેબલ ટ્રસ્ટ : લાલજીભાઈ જીતિયા : 9377692246
- માં કામલ સેવા ટ્રસ્ટ : મુકેશભાઈ વણેલ : 9104279091



