દોસ્તો,
માં કોને વ્હાલી ન હોય?
આજની દોડધામ ભરી જીદંગીમાં જયારે પતિ-પત્નિ બંને કામ કરતાં હોય ત્યારે ઘણી વખત "માં" પર પૂરતું ધ્યાન આપી શકાતુ ન હોય ત્યારે તેમને યોગ્ય મહિલા આસિસ્ટન્ટ અને ડૉક્ટરની દેખરેખ હેઠળ કાળજી લઇ શકાય તે હેતુ થી "માં નું ઘર" નું નિર્માણ કર્યું છે.
માં નું ઘર એ વૃદ્ધાશ્રમ નથી પરંતુ પોતાના ઘર થી દૂર એક કુદરતી વાતાવરણમાં બનેલું ઘર છે જેને અમે "સેકન્ડ ચાઈલ્ડહુડ હોમ" કહીયે છીએ.
વિષેશતાઓ:
- સંસ્થામાં રહેવા માટે જનરલ હોસ્પિટલ ઉપલબ્ધ છે. હાલ ૧૦ માતાઓ માટે રહેવાની સગવડ છે.
- ૨૪ કલાક માટે મહિલા આસીસ્ટન્ટ ઉપલબ્ધ છે.
- મેડિકલ સંભાળ માટે ડૉક્ટર ઉપલબ્ધ
- માં કામલ ભાવની ના મંદિરે સાથે જોડાયેલ રહેઠાણ, રમણીય કુદરતી વાતાવરણ
- હમઉમ્ર સખીઓ સાથે રહેવાનો અનુભવ
- ગ્રુપ એકટીવીટી, યોગ, મેડીટેશન, સત્સંગ, કલાત્મકતા નીરખવાની પ્રવૃતિઓ વગેરે સભર દિનચર્યા
પરિવાર ધરાવતી માતાઓ માટે નિયમોનુસાર ચાર્જ ચૂકવવાનો રહેશે જયારે અનાથ - તરછોડાયેલ માતાઓ માટે સંસ્થાના દરવાજા ૨૪ કલાક નિ:શુલ્ક ખુલ્લા છે