મારે ગ્રાફિક ડીઝાઈનર બનવું છે. તો ગ્રાફિક ડીઝાઈનર કઈ રીતે બની શકાય?

Que : મારે ગ્રાફિક ડીઝાઈનર બનવું છે. તો ગ્રાફિક ડીઝાઈનર કઈ રીતે બની શકાય? Ans : ગ્રાફિક ડિઝાઇનિંગ એ એક રચનાત્મક ક્ષેત્ર છે. તેમાં ટેક્સ્ટ અને ગ્રાફિકની મદદથી સંદેશને આકર્ષક બનાવવાનો રહેલો છે. કોઈ પણ પ્રોડક્ટની ઓળખ કરવામાં ગ્રાફિક ડિઝાઇનર ખૂબ મોટી ભૂમિકા ભજવે છે. કોઈ પણ પ્રોડક્ટની ઓળખાણ તેની ડીઝાઇન ઉપરથી કરવામાં આવે છે. અને એની ડીઝાઇનના આધારે ગ્રાહકોને આકર્ષિત કરે છે. તમારે તમારા ક્લાયંટની ઈચ્છાને અનુરૂપ કામ કરવાનું રહેશે. હંમેશા કઈ નવું કાર્ય કરવા માટે તૈયાર રહેવું પડશે. ગ્રાફિક ડિઝાઇનરનો હેતુ તેમના ગ્રાહકો માટે રચનાત્મક વિચારો બનાવવાનો છે, જે તેમની ક્લાયંટ સંસ્થાને અલગ લાવી શકે. સર્જનાત્મકતા આ કાર્ય માટે જરૂરી છે. તમારા પાસે ફાઉન્ડેશન કોર્ષથી લઈને ચાર વર્ષના ડીગ્રી કોર્ષ પણ ઉપલબ્ધ છે. ==> ૧૨ પાસ થયા બાદ નીચે આપેલા ડીપ્લોમા અને ગ્રેજ્યુએટ કોર્ષ માંથી પસંદગી કરી શકો છે. 1) Bachelor in Fine Arts 2) Post Graduate Diploma in Design 3) Graduate Diploma in Design 4) Visual communication design 5) Advertising and visual communication 6) Applied Arts and Digital Arts 7) Printing and media engineering ==> વૈશ્વિકરણના વર્તમાન રાઉન્ડમાં ગ્રાફિક ડિઝાઇનરના ક્ષેત્રમાં રોજગારની વધુ તકો છે. બધી નાની-મોટી સંસ્થાઓ પોતાના માટે વિઝ્યુઅલ બ્રાન્ડ બનાવે છે. ડીજીટલ યુગમાં ગ્રાફિક ડિઝાઇનર્સ વેબસાઇટ્સ, જાહેરાત એજન્સીઓ, પુસ્તકો, સામયિકો, પોસ્ટરો, કમ્પ્યુટર રમતો, ઉત્પાદન પેકેજિંગ, કોર્પોરેટ કમ્યુનિકેશંસ અને કોર્પોરેટ ઓળખ જેવા સ્થળોએ સારું પેકેજનું કામ શોધી શકાય છે. શરૂઆતમાં મહિનાના ૧૫૦૦૦ થી ૩૦૦૦૦ સુધીની આવક મેળવી શકો છો. Best of Luck for Your Future Career... For any questions please contact on this number:- 6356363633 Download "MK Student Guide" App : https://play.google.com/store/apps/details?id=com.mkstudent.guide

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

five × 3 =