શા માટે પરીક્ષામાં આટલું બધું લખવા છતાં ધારેલા માર્કસ આવતા નથી?
દોસ્ત, વધારે લખવાથી વધારે માર્ક્સ આવે તે માન્યતા ખોટી છે. તમારા ધારેલા માર્કસ ત્યારે આવશે જયારે
મુદ્દાસર સ્પષ્ટ રીતે સમજાય તેવી ભાષામાં ઉત્તર લખેલો હોય, જરૂરી નથી કે દર વખતે તે લાંબો જ હોય. આનો અર્થ એ નહીં કરશો કે અધૂરી માહિતી સાથે જવાબ ટૂંકમાં લખી દેવો
અક્ષરો સુંદર હોય તે મહત્વની બાબત છે પરંતુ અક્ષર સારા ના હોય તો પણ પૂરતા સ્પેસીન્ગ અને સુઘડતા સાથે લખાણ હશે તો વાંધો નહીં આવે.
આકૃતિ સ્વચ્છ અને પૂરતા નામ નિર્દેશયુક્ત હોવી જોઈએ .
બીજું, તમારા જવાબ ને નીચે મુજબના તબક્કા માં લખો
પ્રશ્ન સમજો, જે પૂછેલું છે તેનો જ જવાબ લખવાનો છે - ગપ્પા મારવાના નથી.
જવાબ ની શરૂઆત જે પ્રશ્ન પૂછેલો છે તેના સંબંધિત શબ્દોને યોગ્ય રીતે વ્યાખ્યાયિત કરવા થી કરો.
વચ્ચે ના ભાગમાં માહિતી વિગતવાર લખો.
જવાબ ના અંતમાં પુરા જવાબની સમરી - નિષ્કર્ષ લખો.
શક્ય હોય ત્યાં સુધી મુદ્દાઓ ને નંબર આપી જવાબ લખો.
For any questions please contact on this number:- 6356363633