માં કામલ કેન્સર હોસ્પિટલ દ્વારા વર્લ્ડ કેન્સર ડેની ઉજવણી કરવામાં આવી.
તા. 4 ફેબ્રુઆરી ને વર્લ્ડ કેન્સર ડે તરીકે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે, આધુનિક સમયમાં કેન્સર એ સૌથી ડરામણો રોગ છે સમાજમાં કેન્સરના નવા કેસનું પ્રમાણ કૂદકે અને ભૂસકે વધી રહ્યું છે ત્યારે સમાજમાં કેન્સર બાબત જાગૃતિ ફેલાય તે માટે માં કામલ કેન્સર હોસ્પિટલ દ્વારા કતારગામ ખાતે જન જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં હોસ્પિટલના થેરાપિસ્ટ ડો.યોગેન્દ્ર ગોહિલ અને "માં કામલ હોલિસ્ટિક ટ્રીટમેન્ટ એપ્રોચ"ના સંશોધક ડો.અનિલકેસર ગોહિલ દ્વારા કેન્સરના કારણ, કેન્સર થતું અટકાવવાના પગલાઓ, કેન્સર બાબત ખોટી માન્યતાઓ વિષે પ્રકાશ પાડવામાં આવ્યો હતો. એલોપેથિક દવાઓની આડઅસરથી બચવા માટે ઇન્ટિગ્રેટીવ હોલિસ્ટિક થેરાપી અને તેના પરિણામ નું ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું હતું.સદર સેમિનારનો અંદાજે 100 જેટલા લાભાર્થીઓએ લાભ લીધો હતો.
