Career Guidance

Que.1) મારુ નામ પ્રેરણા છે. હું પરીક્ષા સમયે પ્રશ્નો વાંચીને depress થઈ જાવ છું અને પ્રશ્નોના જવાબ આવડતા હોવા છતાં ખોટા લખાય છે.મારે શું કરવું જોઇએ?                                                                                                                                                       Ans.1) પ્રેરણા બેન, પરીક્ષાના સમયે ગભરાવાની જરૂર નથી. ગભરાવાથી વાંચેલું ભૂલી જવાશે . સૌપ્રથમ પેપર વાંચી તમને આવડતા પ્રશ્નોના જવાબ લખો, અને બાકી રહેતા પ્રશ્નો વાંચી તેના જવાબ યાદ કરવાનો પ્રયત્ન કરો.                                                                                   Que.2) Hello sir, હું જુના પ્રશ્નપત્રો solve કરું છું તો એનાથી મારા Result માં ફાયદો થશે?                                                             Ans.2) Good question... હા, જુના પ્રશ્નપત્રો solve કરવાથી તમારા result માં ચોક્કસથી ફાયદો થશે.એના સાથે ટેક્સબુક વાંચન પણ જરૂરી છે. એકલા પ્રશ્નપત્રો solve કરવાથી સારું Result નથી મળતું.                                                                                                   Que.3) Good morning Sir/Madam, હું ધોરણ 10 નો વિદ્યાર્થી છું. 11-12 સાયન્સ માં મેથ્સ રાખું કે બાયોલોજી ?                               Ans.3) હેલો નિશાંત, જેને એન્જીનીયર બનવું હોય તે મેથ્સ લે અને ડોકટર બનવું હોય તે બાયોલોજી લે આવી સલાહ આપણને મળતી રહેતી હોય છે, આ સલાહ સંપૂર્ણ સત્ય નથી, હું એવું કહીશ કે તમારો કુદરતી સ્વભાવ અને ઝુકાવ કેવો છે તેના આધારે નિર્ણય લો. મેથ્સ અને સાયન્સ બંનેમાં તમે હોંશિયાર છો તો તમારે ભવિષ્યમાં શું બનવું છે તે પ્રોફેશન પહેલા પસંદ કરી લો અને તેમાં જરૂરી વિષયો સાથે અભ્યાસને આગળ વધારો. તમે મેથ્સમાં ખુબ સારા છો, આંકડાઓના જાદુગર છો તો તે પણ જરૂરી નથી કે સાયન્સ લઈને એન્જીનીયરીંગ માં જાઓ - તમે કોમર્સ લઈ ને ચાર્ટર્ડ એકાઉન્ટ પણ બની જ શકો ને ?                                                                                                                                                       For any query related to Career Guidance, Please Contact on : 635 63 63 633  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

15 + sixteen =