વ્હાલા બુદ્ધિસાગર, અબૂધ, બોધિસત્વ કે પ્રબુદ્ધ (બુદ્ધ પુરુષ) મહાનુભાવ
અને વ્હાલા બૌધીસ્ટ ....
આપ સૌને આજે બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે સમભાવયુક્ત સમ્યક વંદન.
બોધિસત્વ અને બુદ્ધ પુરુષ (જે મહીલા પણ ચોક્કસપણે હોય જ ) વચ્ચે પાતળી ભેદરેખા છે.
બુદ્ધ પુરુષ (પ્રબુદ્ધ) અને બુદ્ધિસાગર બંનેના પરિપ્રેક્ષ અલગ છે બંનેને એક સંદર્ભમાં જોડી ના શકાય.
બૌધિષ્ટ કાં તો બોધિસત્વ હોય અથવા અબુધ હોય. જો કે અબુધ- ignorant અને અબુદ્ધ-unconcerned બંનેનો અર્થ એક નથી.
બુદ્ધની કરુણા, દ્વેષરહિતતા, સર્વ પ્રત્યે સહિષ્ણુતા અને આદર પોતાનામાં ઉતારી શક્યો હોય અને પચાવી શક્યો હોય અથવા પચાવવાની કેડી પર ચાલવાનું શરુ કર્યું હોય તે બૌધીષ્ટ બોધિસત્વ છે અને ધર્માંધ છે તે અબુધ છે.
# અબુધ બૌધિષ્ટ બિચારો એવા નાસમજ સનાતની જેવો છે જેણે હિંદુ રાષ્ટ્રનો ઠેકો લીધો છે....
# અબુધ બૌધિષ્ટ બિચારો એવા જેહાદી જેવો છે જેના માટે ઇસ્લામજ શ્રેષ્ઠ છે ...
# અબુધ બૌધિષ્ટ બિચારો એવા ખ્રિસ્તી જેવો છે જેને દુનિયાને વટલાવીને પોતાના ઈશ્વરને સર્વોપરી સાબિત કરવો છે.
બોધિસત્વ બૌધીષ્ટ જડ હોય જ ના શકે.. તે સાંપ્રદાયિક આસ્થાની દ્રષ્ટીએ અને રિતી- રિવાજની દ્રષ્ટીએજ બૌધિષ્ટ હોય બાકી તેનો ધર્મતો માનવતાજ હોય એજ રીતે જે રીતે સાચા હિન્દુ – મુસ્લિમ કે ક્રિશ્ચયન સંપ્રદાયનો મૂળ ધર્મ માનવતા હોય છે.
પ્રશ્ન એ છે કે તમે બૌધિષ્ટ નથી તો પણ બુદ્ધ પુરુષ અથવા બોધિસત્વ હોઈ શકો?
મારી દ્રષ્ટીએ જવાબ હોવો જોઈએ : હા .. એવો દરેક વ્યક્તિ જે બુદ્ધની જેમ સર્વ પ્રત્યે સ્નેહ – પ્રેમ વહાવી શકે તથા પોતે નિસ્પૃહતા તરફ ગતિ કરી રહ્યો હોય તે કોઈ પણ સંપ્રદાયનો હોય પરંતુ બુદ્ધ પુરુષ છે અને છે જ ....
એક અલગ આયામ...
ભારત દેશના ઘણા દુષણો પૈકીનું એક (અહી અલબત અછૂતો પ્રત્યેનું) કાસ્ટીઝમ અને તેના પાયામાં રહેલી બ્રાહ્મણવાદી અથવા મનુવાદી જડતા સામે ઉદભવી રહેલી નવ્યબૌધ જડતાને પણ મેં થોડા દુરથી જોઈ છે. ખેર, તે સંપૂર્ણ અલગ વિષય છે અને જે રીતે સાંપ્રદાયિકતાનો એક પ્રકાર બૌધધર્મ છે તેજ રીતે કાસ્ટીસ્ટ વિચારધારાનો એક પ્રકાર બૌધધર્મ છે.
ઉપરનું લખાણ મારી અંગત સમજનો હિસ્સો છે. તમે તમારી સમજ પ્રમાણે મારી સાથે સંમત અથવા અસંમત થઇ કોઈ ભૂલ હોય તો ઈંગિત કરી શકો.
સૌનો
ડો. અનિલકેસર ગોહિલ
93746 33042