Director’s Monthly Message – June, 2020

તા. : 4-6-2020

વર્ષ : 2020, પત્ર : 5

વ્હાલી દીકરીઓ, આદરણિય વાલી મિત્રો,

જય માં કામલ,

આજનો પત્ર આપણી નિયમિત દીકરીઓ માટે તો ખરોજ પરંતુ સાથે સાથે છેલ્લા 10 દિવસ દરમ્યાન એડમીશન લઇને પરિવારમાં હમણાંજ જોડાયેલી બહેનો અને જેઓ માં કામલ પરિવાર માં જોડાનાર છે તેવી દીકરીઓ અને વાલી મિત્રો માટે પણ છે.

જેઓ અવઢવમાં (કન્ફ્યુઝ્ડ) છે કે મારી દીકરીના આગળ અભ્યાસ માટે “માં કામલ ગૃપ ઓફ ઇન્સ્ટીટયુટસ ફોર ગર્લ્સ” યોગ્ય રહેશે કે નહી તેમને જણાવું કે “માં કામલ બેસ્ટ છે – તમે નચિંત થઇ ને તમારી દીકરીના ભવિષ્ય ઘડતરની દોરી માં કામલ ના હાથ માં આપો”

વાત લોક ડાઉનની ....

સંસારનો નિયમ છે ચડતી પછી પડતી અને પડતી પછી ચડતી.... કોરોનાનો જે કાલ્પનિક ભય ઉભો કરવામાં આવેલો અને પરિણામે આપણે છેલ્લા 3 માસથી કેદમાં હતા તેનાથી છુટકારો મળી રહ્યો છે. 8 જુનથી અનલોક ફેઝ-1 શરુ થશે, ધીરે ધીરે બધુજ પૂર્વવત થઇ જશે.

પણ ધ્યાન રાખશો, કોરોના ગયો નથી.. આપણને ચેપ ના લાગે તે માટે પુરતી તકેદારી સાથે આપણે જીવનશૈલી અપનાવવાની થશે.

આપણા એડમીનહેડ કૃતિબેન પટેલ જણાવે છે તેમ SMS ફોર્મુલા નું પાલન કરો...

S : Sanitize hands

M : Mask to wear

S : Safe Distancing

તાજેતરની બે ઘટનાઓ

જ્યોર્જ ફ્લોય્ડ નામના એક અશ્વેતને ગોરા પોલીસે 8 મિનીટ સુધી ગરદન પર પોતાનો પગ રાખી ગૂંગળાવીને મારી નાખ્યો. રંગભેદની નીતિને લઇને ફરી વખત એક જનઆક્રોષ ફાટી નીકળ્યો છે જેને અમેરિકાની સરકાર કચડી રહી છે. ખેર, તમે ન્યુઝપેપરમાંથી આ બાબત સમાચાર મેળવી લેશો પરંતુ મારે આપનું  ધ્યાન દોરવાનું છે એ બાબત પર કે 21 મી સદીમાં પણ આપને રંગભેદ, લિંગભેદ, નાત – જાતના વાડા, ધાર્મિક ભેદભાવ વગેરે ગંદકીમાંથી બહાર નથી નીકળી શક્યા.

પોતાને ફક્ત એક મનુષ્ય તરીકે જ ઓળખાવી ને એક મનુષ્યને સાજે તેવા કર્મ કરવા તરફ ચાલો આજે ગતિ કરીએ. કોઈ તમને નાત – જાત – ધર્મ વિષે પૂછે તો તમારી ઓળખાણ હોવી જોઈએ ... ફક્ત માનવ અને માનવતા.

બીજી એક ઘટના જેણે માનવતાને તાર તાર કરી નાખી ...

કેરળમાં એક સગર્ભા હાથણીને અમુક લોકોએ વિસ્ફોટક ભરેલું અનાનસ ખવરાવી દીધું જે તેના મો માં ફૂટી ગયું અને પેટ સુધી દારૂગોળો ગયો. પેટમાં બચ્ચા સાથે ઘાયલ હાથણી ત્રણ દિવસ સુધી પાણીમાં ઉભી રહીને તડપતી રહી. શું મળ્યું હશે આ પાપ કરનારને તે ખબર નથી પરંતુ આ અધમ કૃત્ય વિષે સાંભળીને આજે મારા બ્લોગમાં શું પોઝીટીવ લખી શકાય તે સુજતું નથી..

ક્રૂરતાની પરાકાષ્ઠાનું ઉદાહરણ છે આ ....

ઉપરની બંને ઘટનાઓ આપણને પોતાની જાતને માનવ કહેતા શરમ ઉપજાવે તેવી છે.

ખેર, એકેડેમિક વિષય પર પરત ફરીએ ...

વર્ષ 2020 એડમીશન અને નવું સેશન શરુ થવા બાબત

એડમીશન પ્રક્રિયા શરુ થઇ ગઈ છે. ધો. 10 અને 12 નું રીઝલ્ટ આવે ત્યારબાદ કે તે પહેલા જ, દરેક કોર્ષ માં દરેક બેચ માં ફેઝ -1 ના 35 એડમીશન 35% ફી ડિસ્કાઉન્ટનો લાભ હોવાથી 15 જુન પહેલા થઇ જશે તેવી હાલ પરિસ્થિતિ જણાય છે. જે બહેનો “માં કામલ” માં એડમીશન લેવાનું ગંભીરતા પૂર્વક વિચારે છે તે મોડું કરશો નહી. જો કે ફેઝ -1 બાદ ફેઝ-2 ની એડમીશન પ્રક્રિયા પણ શરુ થશે જ પરંતુ ફી માં જે રાહત મળવાપાત્ર છે તે કદાચ પછી ના મળે...

 

સંસ્થામાં નિયમિત અભ્યાસ કરતી બહેનોને જણાવું કે હવે આ સત્રનો સિલેબસ ઓનલાઈન જ પૂર્ણ કરીશું, કારણકે જુલાઈ મીડ સુધી રી-ઓપન થવાની શક્યતાઓ નથી. કલીનીકલ માટે તમોને 1 અથવા 2 વિક બોલાવવાના થશે. સિલેબસ પૂર્ણ થયે તરત પ્રી – બોર્ડની તૈયારી શરુ કરી દેશો, જુલાઈ અંતમાં પ્રીબોર્ડ લેવાશે.

એડમિશન ટ્રેન્ડ

કોરોના મહામારીના પ્રતાપે આ વર્ષે આપણા સમાજ અને સરકારને આરોગ્યકાર્યકર અને નર્સનું ખરું મહત્વ સમજાયું અને કદર થઇ. ભવિષ્યમાં સરકાર દ્વારા આરોગ્યસેવાઓ સુધારવામાં ઘણો જ ખર્ચ થવાનો છે અને નર્સ માટે વિપુલ તકો ઉભી થવાની છે.

   

જે બહેનો ભવિષ્યમાં નર્સ અથવા નર્સિંગ આસિસ્ટન્ટ બનવા વિચારે છે તેઓને ફરી વખત જણાવું કે તેઓ બિલકુલ સાચી દિશામાં જઈ રહ્યા છે, ભવિષ્યમાં આ ક્ષેત્રમાં ખુબજ ઉમદા તક રહેલી છે. તમારો કોર્ષ પૂર્ણ થાય તે પહેલા હું તમને દર મહીને Rs. 10 હજાર થી Rs. 15 હજાર કમાતા કરી દઈશ તેની ખાતરી આપું છું. ટ્રેનીંગ પૂર્ણ થયા બાદ સરકારી નોકરી મળે નહી ત્યાં સુધી સંસ્થા દ્વારા કોમ્પીટીટીવ પરીક્ષા માટે તૈયારી વિનામૂલ્યે કરાવવામાં આવે છે જે બીજી કોઈ પણ સંસ્થા કરાવતી નથી.

 

જેઓ બીજા ક્ષેત્રની પસંદગી કરવા જઈ રહ્યા છે તેઓ નર્સિંગનો વિકલ્પ ગંભીરતાપૂર્વક વિચારે તેવો આગ્રહ છે.

12 – સાયન્સ નાપાસ અને 12 – સાયન્સ પાસ માટે

  12 – સાયન્સ પાસ મેથ્સ ગૃપમાંથી કર્યું હોય તો ફાર્મસી અને બાયોલોજી ગૃપમાંથી કર્યું હોય તો B.Sc.(N) માં એડમીશન લેવા માટે વિચારશો.

12 – સાયન્સ નાપાસ વિધાર્થીઓ બિલકુલ નાસિપાસ થશો નહી, આપણી સંસ્થા NIOS પ્રમાણિત એડમીશન ગાઇડન્સ સેન્ટર છે. પાસ થવા માટે કોઈ નાણા ચૂકવવાના હોતા નથી. માં કામલ ની મુલાકાત લો, તમોને યોગ્ય માર્ગદર્શન મળશે. તમારું વર્ષ બગાડવા નહી દઈએ.

10 અને 12 સામાન્ય પ્રવાહમાં પાસ અથવા ફેઈલ થનાર બહેનો માટે....

 • ધો. 10 બાદ 11-12 નર્સિંગના વિષયો સાથેજ થઇ શકે છે તે તમે જાણો છો?
 • ધો. 12 કોમર્સ અને આર્ટસ બંને વિધાર્થીનીઓ નર્સ બની શકે છે, ફક્ત સાયન્સ વિધાર્થીઓ નહી એ તમને ખ્યાલ છે ?
 

તમે મારો નાપાસ વિધાર્થીના વાલી ખાસ વાંચે ટાઈટલ સાથેનો બ્લોગ વાંચ્યો? જો ના તો આ બ્લોગના અંતે લીંક આપેલી છે ત્યાંથી વાંચી લેશો.  

ટૂંકમાં ,

અન્ય કોઈ પણ જગ્યાએ એડમીશન લેતા પહેલા “માં કામલ”ની મુલાકાત લઇને કારકિર્દી પસંદ કરવા માટે યોગ્ય માર્ગદર્શન મેળવો.

પછી એડમીશન ક્યાં લેશો?

 

જવાબ છે..... જ્યાં તમારું દિલ કહે ત્યાં ... કારકિર્દી અને શાળા પસંદગીમાં બહુ કન્ફયુઝ થવાનું હોતું જ નથી... તમને જે પસંદ હોય તે વ્યવસાય અને જે શાળા તમોને રોજગારીની બાંહેધરી આપે તે શાળા પસંદ કરો તો તમારું ભવિષ્ય ઉજ્જવળ બને.

વિચારો ....શું ખરેખર મોબાઈલ તમને તમારા ધ્યેયથી નથી ભટકાવતો ?

લગભગ લગભગ દરેક સંસ્થાઓ-શાળાઓ – હોસ્ટેલ - હોસ્પિટલ – ઓફીસ કે જ્યાં ગુણવત્તાસભર કામગીરી થતી હોય ત્યાં કર્મચારીઓ – વિધાર્થીઓ માટે અંગત ફોનનો ઉપયોગ પ્રતિબંધિત હોય જ છે. માં કામલમાં પણ પ્રતિબંધિત છે જે આપ સૌના ઉમદા ભવિષ્ય ઘડતર માટે જરૂરી ઘટક છે. હોસ્ટેલમાં રહેનાર દીકરીઓને ઘરે વાત કરવા માટે અઠવાડિયામાં એક વખત ફોન આપવામાં આવે છે. જે બહેનો માટે ઉજ્જવળ ભવિષ્ય કરતા ટીકટોક, ફેસબુક, વોટ્સએપ અને સ્ટેટ્સ – સેલ્ફી વધારે અગત્યના હોય તેઓ અન્ય કોલેજ શોધે. જે બહેનો પોતાનું અને પરિવારનું નામ રોશન કરવાનું સપનું જોતી હોય તે જ સંસ્થામાં એડમીશન મેળવે.

જતા જતા ....

ન્યુઝીલેન્ડ સ્થાયી થયેલી બહેન પાયલને અભિનંદન. પાયલ પટેલ એક સામાન્ય પરિવારમાંથી આપબળે આગળ આવી. માં કામલ મેડીકલ સેન્ટરની પેનલ ઇન્સ્ટીટયુટ દ્વારા GNM પૂર્ણ કરી હાલ ઓકલેન્ડ માં પોતાનો અભ્યાસ આગળ વધારી રહી છે અને સાથે સાથે નોકરી પણ કરી રહી છે. આજે જ પાયલ સાથે વાત થઇ, ત્યાં ગયા બાદ પણ તેનો મારી સાથે વાત કરવાનો ટોન જરાય બદલાયો નથી.... એજ નમ્રતા, પ્રેમ અને આદર .... બેન પાયલ, તમારી સફળતા પાછળ પણ તમારો આ જ ગુણ જવાબદાર છે.....

 

ફરી એક વખત સંસ્થા દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવતા કોર્ષની યાદી જોઈ લઈએ?

 1. HSC (Arts / Science) with Nursing Subjects
 2. Nursing ( FHW / ANM / GNM/B.Sc.(N))
 3. Diploma Pharmacy
 4. Diploma in Naturopathy and Yogic Science (DNYS)
 5. Fashion Design and Technology
 6. Basic Cosmetology (Beautician)
 7. Computer Operator and Programming Assistant (COPA)
 8. Health Sanitary Inspector (SI)
 9. Old Age Care
 10. Physiotherapy Assistant
 11. Radiology Technician
સૌનો,

     

ડો. અનિલકેસર ગોહિલ

ડાયરેક્ટર

માં કામલ ગ્રુપ

વોટ્સ એપ સંપર્ક : 635 61 61 611

   

બોર્ડમાં નાપાસ વિદ્યાર્થીના વાલી ખાસ વાંચે

http://www.maakaamal.com/nios-to-save-year/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

thirteen + 2 =