Director’s Message on Lock down 3.0. May-2020 letter

વ્હાલી દીકરીઓ, આદરણીય વાલી મિત્રો, જય માં કામલ, આજે 4 મે, 2020. આજે આપણા દેશમાં કોરોના પેન્ડેમિકના કારણે લોક ડાઉનનો ત્રીજો તબક્કો શરુ થયો.   હજુ 17 મે, 2020 સુધી આપણે સૌ લોક ડાઉનના નિયમોને આધિન રહીશું. આજ ના પત્રમાં મારે તમારી સાથે કોરોના વાયરસની હકીકત અને તેની દુરોગામી અસરો સબંધિત પણ વાત કરવી છે પરંતુ તેના પહેલા... મે માસ એટલે આધુનિક નર્સિંગની જનની તેવા કુ. ફ્લોરેન્સ નાઈન્ટીન્ગલ નો જન્મનો મહિનો. દર વર્ષે સમગ્ર વિશ્વ 12 મી મેના રોજ ફ્લોરેન્સના જન્મ દિવસને આંતરરાષ્ટ્રીય નર્સીસ દિવસ તરીકે ઉજવે છે ત્યારે આ વર્ષ કુ. ફ્લોરેન્સ નાઈન્ટીન્ગલના જન્મનું દ્વિશતાબ્દી વર્ષ હોય આખા વર્ષને આંતરરાષ્ટ્રીય નર્સીસ વર્ષ તરીકે ઉજવાઈ રહ્યું છે અને આ જ વર્ષે કોરોના મહામારી દરમ્યાન નર્સ બહેનોએ પોતાના જીવને જોખમમાં મુકીને દીવસ-રાત જોયા વગર કોરોના પીડિતોની સેવા કરવાનો જે મોકો મળ્યો તેના દ્વારા દરેક નર્સ કુ. ફ્લોરેન્સ નાઈન્ટીન્ગલને શ્રદ્ધાંજલિ આપી રહી છે. દર વખતની જેમ આ વખતે તમારા માટે થોડા કવોટેશન - કુ. ફ્લોરેન્સ નાઈન્ટીન્ગલ દ્વારા સમાજને અપાયેલી ભેટ સ્વરૂપે
“All churches are, of course, only more or less unsuccessful attempts to represent the unseen to the mind.” — Florence Nightingale
“What the horrors of war are, no one can imagine.” — Florence Nightingale
 
“I use the word nursing for want of a better.” — Florence Nightingale
“It may seem a strange principle to enunciate as the very first requirement in a hospital that it should do the sick no harm.” — Florence Nightingale
“I think one's feelings waste themselves in words; they ought all to be distilled into actions, and into actions which bring results.” — Florence Nightingale
 
“I attribute my success to this: I never gave or took any excuse.” — Florence Nightingale
“Were there none who were discontented with what they have, the world would never reach anything better.” — Florence Nightingale
“Such education in women would indeed diminish the doctor's work—but no one really believes that doctors wish that there should be more illness, in order to have more work.” — Florence Nightingale
   
“Nursing in an art; and if it is to be made an art, it requires as exclusive a devotion, as hard a preparation, as any painter’s or sculptor’s work.” — Florence Nightingale
  બહેનો, વર્ષ 2020 ની એડમીશન પ્રક્રિયા શરુ થઇ રહી છે ત્યારે આ વર્ષે સંસ્થાના એડમીશનની સંખ્યામાં ઘટાડો ના થાય તે જોવાની જવાબદારી તમારી છે કારણકે તમે જ આપણી સંસ્થાના બ્રાંડ એમ્બેસેડર છો. દરેક વિધાર્થીની ઓછામાં ઓછા બે એડમીશન કરાવે. આ વર્ષથી ઉપલબ્ધ કોર્ષની સંખ્યા પણ વધી છે. હું કોર્ષ સબંધિત વિગતો અલગથી અપલોડ કરીશ. વાલી મિત્રોને પણ મારા તરફથી આમંત્રણ છે કે જો તમે સંસ્થાની પ્રવૃતિઓથી સંતુષ્ઠ હો અને તમારે પાર્ટ ટાઈમ કામ કરવાની ગણતરી હોય તો સંસ્થાના ઓફિસિયલ એડમીશન એડવાઇઝર તરીકે અમારી સાથે જોડાઓ. તમારા દ્વારા જે એડમીશન રીફર કરવામાં આવશે તેની સામે તમને પ્રશસ્તિ સ્વરૂપે ચોક્કસ વળતર ચુકવવામાં આવશે. તમે રીફર કરેલા વિધાર્થિની બહેનો માટે તમને મળતા વળતરમાંથી તમે તમારી દીકરીની ફી ચૂકવી શકો છો. જે વાલી મિત્રો અમારી સાથે જોડાવા માંગતા હોય તેઓ નયનાબેન ગામિતનો મોબાઈલ નંબર 635 61 61 613 પર સંપર્ક કરશો.

છેલ્લે ....

કોરોના કોઈ રાક્ષસ નથી, તે એક સામાન્ય વાઈરસ છે પરંતુ તેને રાક્ષસ તરીકે બૃહદ રીતે ચિતરવામાં આવ્યો છે. જો કે તેને ગંભીરતાપૂર્વક તો લેવો જ રહ્યો. યાદ રાખો, તમારે તેને સામે ચાલીને ગળે વળગાડવા માટે બહાર જવું નહી જોઈએ પરંતુ આજે નહી તો થોડા સમયમાં ક્યારેક તો તેનો તમારી સાથે ભેટો થશે જ અને તમે વાઈરસથી સંક્રમિત થશો જ.સરકારશ્રી દ્વારા ત્રીજી વખત જે લોકડાઉન જાહેર થયું તે પણ 17 તારીખે પૂર્ણ થશે અને ત્યારે કોરોના ખતમ થઇ જવાનો નથી (બલ્કે 17 તારીખ આવતા સુધીમાં વધારે પ્રમાણમાં ફેલાવો થયો હશે) . તો શું થશે જયારે તમે આ રીતે સંક્રમિત થશો ? જવાબ છે : 100 માંથી 80 વ્યક્તિને તો ખબર પણ નહી પડે કે તેને ઇન્ફેકશન લાગ્યું અને જતું પણ રહ્યું કારણકે તેની રોગપ્રતિકારક શક્તિ સાબૂત હશે. 16 થી 20 વ્યક્તિ જેનામાં સામાન્ય લક્ષણો દર્શાય અને 2 થી 4 ટકા વ્યક્તિનેજ ગંભિર લક્ષણો આવે. હું શા માટે ગંભિર બાબતને પણ હળવાશયુક્ત રીતે લઇને વાત કરી રહ્યો છું તે સમજજો.... કોવીડ-19 નો મોર્ટાલીટી રેટ (મૃત્યુ દર) મેલેરિયા કરતા પણ ઓછો છે. મેલેરીયાના દર એક લાખ પર અંદાજે 12 ના મૃત્યુદર સામે કોરોના નો મૃત્યુદર 3.4 છે ત્યારે કોરોનાને રાક્ષસ ગણ્યા વગર સામાન્ય દુશ્મન સમજીને તેની સામે લડીએ. યાદ રાખજો, દુશ્મન સામાન્ય હોય અને તેની સામે સાવચેત ના રહ્યા તો તે પણ તમારો જીવ લઇ શકે છે કારણકે કોરોનાનો ફેલાવો મેલેરિયા કરતા અનેક ગણી વધારે ઝડપે થઇ શકે છે છતાં પણ પરંતુ જે રીતે હો હા કરી ને ડર ફેલાવ્યો છે તેના કારણે અગણિત લોકો માનસિક રીતે પડી ભાંગ્યા છે. આર્થિક નુકશાન તો સમજ્યા કે વહેલા – મોડા ગાડી પાટા પર લાવી શકાશે પરંતુ ટંકનું લાવી ટંકનું ખાતા પરપ્રાંતીય મજુરો અને બુટ સીવતો કે રેંકડી ફેરવતો સામાન્ય મજુર કોરોનાથી મરતો મરશે તે પહેલા ભૂખથી મરશે... સરકારશ્રીને પણ ખ્યાલ છે કે 40 વર્ષે પણ HIV ની રસી શોધી શકાઈ નથી ત્યારે એકાદ બે મહિનામાં કોરોનાની રસી શોધાય જાય, 130 કરોડની વસ્તીને રસીકરણ થઇ જાય અને કોરોનાની બલામાંથી છૂટી જવાય તે શક્ય નથી તેથી સરકારશ્રી પણ ધીમે ધીમે છૂટ આપી રહી છે અને “જાન ભી જહાન ભી” ની નીતિ અપનાવી રહી છે ત્યારે આપણે સૌ કોરોનાથી બિન જરૂરી રીતે ગભરાયા વગર પ્રિવેન્ટીવ મેજર તરીકે નીચેના મુદ્દાઓને જીવન સાથે વણી લઈએ.
  1. યોગ્ય ખોરાક – કસરત અને માનસિક સ્વસ્થતા સાથે પોતાની રોગપ્રતિકારક શક્તિને મજબુત રાખીએ. જે દીકરીઓ ખાવામાં નખરા કરે છે તે પોતાની કાળજી લેતી થાય નહિતર કોરોના ખાઈ જશે.
  2. કામ વગર અને માસ્ક વગર બહાર ના નીકળીએ.
  3. બહાર જઈએ ત્યાં પણ ખોટી રીતે ભીડનો હિસ્સો નહિ બનીએ અને સોસીયલ ડિસ્ટન્સિંગ નું પાલન કરીએ.
  4. સાબુથી વારંવાર હાથ ધોઈએ. સેનીટાઈઝરની ફેશન અપનાવવી કે નહી તે તમારી મરજી
તમારા ઘરમાં એવી વયસ્ક વ્યક્તિઓ છે કે જે ડાયાબીટીસ, હૃદયરોગ કે મલ્ટીપલ ઓર્ગનના રોગોથી પીડાતી હોય તેનું ખાસ ધ્યાન આપો. ધીરે ધીરે સરકારશ્રી જે રીતે છૂટ છાટ આપે તેના આધારે તમારી આવક શરુ થાય તે તકેદારી પૂર્વક રીતે કામગીરી શરુ કરો.

જતા જતા ....

સેન્ટર પર રૂબરૂ આવીને નિયમિત અભ્યાસ જયારે શરુ થઇ શકે ત્યારે પરંતુ તા. 4-5-2020 થી સંસ્થા આખો દિવસ શાળાના દૈનિક ક્રમ મુજબજ ઓનલાઈન લેકચર શરુ કરી રહી છે. એપ્રિલ માસમાં ઓન લાઈન લેક્ચર્સ દરમ્યાન રીવીઝન કરેલું હતું જયારે આજથી નિયમિત સિલેબસ ચાલશે તેથી કોઈ પણ બહેન પોતાના લેક્ચર્સ છોડે નહી. એક અથવા બે માસ બાદ જયારે લેક્ચર્સ શરુ થશે ત્યારે ઓનલાઈન ચાલેલા અભ્યાસક્રમને ફરી વખત ભણાવવામાં આવશે નહિ પરંતુ રીવીઝન કરાવવામાં આવશે તેથી કોઈ વિધાર્થીની લેક્ચર્સ નથી એટેન્ડ કરતી તો તેને થતા નુકશાનની જવાબદારી સંસ્થાની રહેશે નહી. અત્યારે દરેક ઘરમાં સ્માર્ટફોન હોય જ છે છતાં કોઈ બહેન પાસે નથી તો આડોશ – પાડોશમાંથી વ્યવસ્થા કરીને પણ પોતાનો અભ્યાસ શરુ રાખે.

જાગતી આંખે :

માં કામલના સ્ટાફે અને વિધાર્થીનીઓએ ગત 40 દિવસ દરમ્યાન એટલુજ કામ કર્યું છે જેટલું સામાન્ય દિવસોમાં કરતા હોઈએ. (અહી કામ કરવાનો મતલબ પ્રવૃત્તિશીલતા સાથે જોડવો... તમે અર્થોપાર્જન ના કરી શકો તો પણ કઈક પ્રોડકટીવ થઇ જ શકે જેનાથી અંગત વિકાસ થાય અથવા ભવિષ્યમાં જયારે રોજગાર શરુ થાય ત્યારે ફાયદો થાય.) ... બાકી, ફરિયાદ કરવાની આદત ધરાવતા હશે તેને કોરોનાનું મજાનું બહાનું મળી ગયું આવતા મહીને ફરી મળીશું બ્લોગના માધ્યમ થી... ત્યાં સુધી સ્વસ્થ રહો, સુરક્ષિત રહો... સૌનો,   ડો. અનિલકેસર ગોહિલ ડાયરેક્ટર માં કામલ ગૃપ સંપર્ક : 93746 33042      

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

eight − four =