બોર્ડમાં નાપાસ વિદ્યાર્થીના વાલી ખાસ વાંચે

સબૂર, તમે શું કરવા જઈ રહ્યા છો ? વાલી અને વિધાર્થીઓ છેતરાશો નહી....

વ્હાલા વિધાર્થીઓ અને વાલી મિત્રો ,

આદરણીય પ્રિન્સીપાલશ્રી અને શિક્ષકગણ,

માં કામલ વુમન વેલ્ફેર ફાઉન્ડેશન તરફથી શુભકામનાઓ.

12 સાયન્સનું રિજલ્ટ જાહેર થઇ ગયું છે અને થોડા દિવસોમાં ધો. 10 અને 12 જનરલ સ્ટ્રીમનું રિજલ્ટ આવશે. ઠેર ઠેર “સરકારમાન્ય બોર્ડ માંથી પરીક્ષા આપો અને વર્ષ બચાવો”ની જાહેરાતો સાથે વિવિધ એજન્સી અને એજન્ટસનો રાફડો ફાટેલ છે, જેઓ “લોભિયા હોય ત્યાં ધુતારાઓ ભૂખ્યા ના મરે” ની કહેવત ને ચરિતાર્થ કરવા માટે જે વિધાર્થીઓ બોર્ડમાં નાપાસ થયેલા હોય તેઓના વાલીનો સંપર્ક કરી પાસ કરી આપવાની ગેરંટી આપીને Rs. 25,000 થી Rs. 50,000 જેવી રકમ પડાવે છે.

આ પ્રકારના તત્વો એવો દાવો કરે છે કે તેઓનું બોર્ડમાં સેટિંગ છે અને અમે તમારા સંતાનને વાંચશે નહી તો પણ પાસ કરાવી દેશું, તેઓ વાહીયાત વાત કરે છે અને તમને છેતરે છે.

નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ ઓપન સ્કૂલિંગ (NIOS) બોર્ડ સંપૂર્ણ રીતે વિશ્વાસપાત્ર સરકારી બોર્ડ છે, NIOS નું સર્ટીફીકેટ લગભગ દરેક જગ્યાએ માન્ય હોય છે જેથી માર્ચમાં નાપાસ વિધાર્થી સપ્ટેમ્બર- ઓક્ટોબર માસમાં લેવાતી NIOS બોર્ડની પરીક્ષા આપીને વર્ષ બચાવી શકે છે તે હકીકત છે. પરંતુ તથ્ય એ છે કે,

NIOS ના નામે ચરી ખાતી એજન્સીઓનો ધંધો ધમધોકાર ચાલે છે અને તેઓ વાલી અને વિધાર્થીઓની શોર્ટકટથી પાસ થવાની માનસિકતાના કારણે ટકી રહ્યા છે. મોટાભાગે ફેઈલ થયેલા અથવા ડ્રોપઆઉટ વિધાર્થીઓ NIOS બોર્ડ પસંદ કરતા હોય બોર્ડનો અભિગમ પણ એકંદરે માનવિય સંવેદનાયુક્ત રહેતો હોય છે પરિણામે NIOS બોર્ડમાંથી પાસ થવું ઘણું સરળ હોય છે, આમ વિધાર્થી પાસ તો થઇ જ જતું હોય છે. તો પણ નાપાસ થવાની શક્યતાઓ રહેલી જ છે અને કેટલા પણ પૈસા આપ્યા બાદ વિધાર્થી નાપાસ પણ થાય જ છે, આ વખતે આ એજન્ટ્સ પોતાના હાથ ઊંચા કરી દે છે. સંપૂર્ણ ડીલીંગ ગેરકાયદેસર થયેલ હોય વાલી કોઈ કાયદેસર પગલા પણ નથી લઇ શકતા અને “ચોરની માં ઘંટીમાં મોં ઘાલી ને રડે” જેવી સ્થિતિ ઉદ્દભવે છે.

બોર્ડમાં નાપાસ વિધાર્થીઓ અથવા ડ્રોપ આઉટ વિધાર્થીઓએ શું કરવું જોઈએ?

1. NIOS માંથી પરીક્ષા આપવા માટે તમારે કોઈ પણ એજન્ટ પાસે જવાની જરૂર જ નથી. ઓનલાઈન ફોર્મ ભરી શકો છો NIOS ની વેબસાઈટ www.nios.ac.in પર જઈ જાતે ફોર્મ ભરી શકાય છે, જાતે ફોર્મ ભરી શકવા સક્ષમ ના હો તો જેમને ખ્યાલ આવે છે તેવા કોઈ માર્ગદર્શક અથવા શૈક્ષણિક સંસ્થાની સલાહ લો. ફરી યાદ કરાવું, પાસ કરાવી આપીશ વાળી એજન્સી તમને કોઈ પણ રીતે કન્વીન્સ કરીને પૈસા પડાવશે.

2. NIOS ની ગુજરાતની ઓફીસ ગાંધીનગર રીજીયોનલ સેન્ટર પર રૂબરૂ મુલાકાત લઇને અથવા ઇમેલ અથવા ટેલીફોનીક સંપર્ક કરીને માર્ગદર્શન મેળવી શકો છો.

Phone: 079-23220410 / 11

Mobile: 09429482345

Website: www.nios.ac.in / www.niosgnr.org

Email : rcgandhinagar@nios.ac.in / niosgnr@gmail.com

3. NIOS દ્વારા કોઈ પણ સંસ્થા, એજન્સી કે એજન્ટની નિમણુક કરવામાં આવતી નથી. દક્ષિણ/મધ્ય ગુજરાતના વિવિધ જિલ્લાઓના વિધાર્થીઓને યોગ્ય માર્ગદર્શન આપવાના હેતુથી માં કામલ વુમન વેલ્ફેર ફાઉન્ડેશન તરફથી સુરત, વ્યારા અને રાજપીપલા ખાતે હેલ્પડેસ્ક શરુ કરવામાં આવી છે જ્યાં રૂબરૂ મુલાકાત લઇને તમે વિનામૂલ્યે માર્ગદર્શન મેળવી શકો છો. માં કામલ વુમન વેલ્ફેર ફાઉન્ડેશન NIOS પરિવારનું એક્રેડીટેટેડવોકેશનલ ટ્રેનીંગ સેન્ટર છે.

Center: Surat | Vyara | Rajpipla

Help line: 635 63 63 632

Website: www.maakaamal.com/online

Email : maakaamal@gmail.com

4. આ લખનાર NIOS સાથે છેલ્લા એક દસકાથી સંકળાયેલ છે, ગુજરાત રીજીયોનલ સેન્ટરની ટીમ ખુબજ સહકારયુક્ત છે અને રીજીયોનલ ડાયરેક્ટશ્રી અંગત રીતે રસ લઇને કોઈ પણ સમસ્યા હોય તો તેનો ઉકેલ લાવી આપે છે તેથી કોઈ પણ માહિતીની જરૂર હોય તો ગાંધીનગર ઓફીસનો સીધો સંપર્ક કરવો જોઈએ. સુરત – વ્યારા – રાજપીપલા ખાતે માં કામલ વુમન વેલ્ફેર ફાઉન્ડેશન ખાતે પણ તમને સચોટ માર્ગદર્શન અને સ્ટ્રેટેજી મળશે. પ્રવર્તમાન કોવીડ -19 ના સંજોગોમાં ઓનલાઈન એપોઇન્ટમેન્ટ લીધા વગર મુલાકાત લેવી નહિ. www.maakaamal.com/online

5. આ લેખ વાંચનાર પ્રિન્સીપાલશ્રી અને શિક્ષકમિત્રોને વિનંતી કે પોતાના સંપર્કમાં આવતા વાલી મિત્રોને પોતાના સંતાનને પાસ કરાવવાની ઘેલછામાં છેતરાય નહી તેવું માર્ગદર્શન આપે અને જરૂર જણાય ત્યાં મારો સીધો સંપર્ક કરે.

સૌ નું શુભ થાઓ તેવી ભાવના સાથે,

સૌનો,

ડો. અનિલકેસર ગોહિલ,

ડાયરેક્ટર,

માં કામલ ગૃપ

માર્ગદર્શન માટે વોટ્સએપ સંપર્ક : 635 61 61 611   Advert: Courses for Girl Students at Maa Kaamal Institute for Girls Course list - Maa Kaamal - 2020 Advert:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

3 × 1 =