Que : હું ધોરણ-12 માં ભણું છું. મારે Judge બનવું છે તો એના માટે શું કરવું પડશે?

Que : હું ધોરણ-12 માં ભણું છું. મારે Judge બનવું છે તો એના માટે શું કરવું પડશે? Ans : ભારતના નાગરીક ચાર સ્તરે ન્યાયાધીશ (Judge) તરીકે ફરજ બજાવે છે : 1) Magistrate / Civil Judge (Lower Judiciary) 2) District Judge (Higher Judiciary) 3) High Court 4) Supreme Court ન્યાયાધીશ બનવા માટેની જરૂરી લાયકાત ગ્રેજ્યુએશન ઈન લો ડિગ્રી અથવા L.L.B. છે. એલ.એલ.બી ની ડિગ્રી બે રીતે મેળવી શકાય છે : 1) ધોરણ-12 કોઈ પણ સ્ટ્રીમ સાથે પાસ કર્યા બાદ ઇન્ટીગ્રેટેડ લો ડિગ્રી 5 વર્ષનો કોર્ષ કરવાનો રહે છે. કોલેજમાં એડમિશન મેળવા માટે CLAT(Common Law Admission Test) પાસ કરવાની રહશે. CLAT પરીક્ષામાં આવતા સ્કોરના આધારે ઉચ્ચ યુનિવર્સીટીમાં એડમિશન મેળવી શકો છો. 2) કોઈ પણ ફિલ્ડમાં બેચલર ડિગ્રી મેળવ્યા બાદ 3 વર્ષનો લો ડિગ્રી કોર્ષ કરવાનો રહે છે. ==> ભારતના ન્યાયાધીશ બનવા માટે પણ તમારા પાસે બે રસ્તા છે : 1) સૌપ્રથમ ઉચ્ચ અદાલતો દ્વારા હાથ ધરવામાં આવતી Civil Judge Grade-II પરીક્ષા પાસ કરીને બની શકો છો. ઉમેદવારની પસંદગી મુખ્ય પરીક્ષા અને ઇન્ટરવ્યુ ના આધારે કરવામાં આવે છે. પરીક્ષામાં લાયક ઉમેદવારને મુખ્ય પરીક્ષા માટે બોલાવવામાં આવશે. હાઇકોર્ટની સત્તાવાર વેબસાઈટ પર સૂચિ મુકવામાં આવશે. એના માટે ઓનલાઇન પણ અરજી કરી શકાય છે. 2) સિનિયર વકીલોના દ્વારા ન્યાયાધીશની પસંદગી કરવામાં આવે છે. જેમાં સારી પ્રતિષ્ઠા ધરાવતા ઉમેદવારને કોઈ પણ પરીક્ષા આપ્યા વગર પસંદગી કરવામાં આવે છે. ન્યાયાધીશ બન્યા પછી, વ્યક્તિ નીચા દરજ્જાથી ઉચ્ચ અદાલતો અને સુપ્રીમ કોર્ટ સુધી ઉદારતા, પ્રતિષ્ઠા અને મહિના/વર્ષ માં સોલ્વ કરેલા કેસોના આધારે પોંહચી શકે છે. Good luck, Judiciary is more respected,clean and powerful unit of India. For any questions please contact on this number:- 6356363633 Download "MK Student Guide" App : https://play.google.com/store/apps/details?id=com.mkstudent.guide

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

11 − 2 =