Que : 12th Science પછી MBBS માં Select ના થવાય તો એની બરાબરી વાળો કોઈ કોર્ષ છે?

Que : 12th Science પછી MBBS માં Select ના થવાય તો એની બરાબરી વાળો કોઈ કોર્ષ છે? Ans : 12th Science માં ખુબ જ મહેનત કર્યા પછી પણ MBBS માં Selection ન થઇ શકે તે ઘટના કેટલી હતાશ કરે તે હું ખુબ સારી રીતે સમજી શકું છું. આપણા દેશમાં એક સમસ્યા છે કે આપણે બધા માનીએ છીએ MBBS અને ત્યારબાદ MS-MD થઇએ તો જ Doctor તરીકે Successful થઈ શકીએ. ગુજરાતમાં તમે મોટાભાગે આ વાતને સાચી સાબિત કરતા પુરાવાઓ પણ જોશો, કારણ કે મોટાભાગના BAMS (Ayurvedic practitioner) અને BHMS (Homeopathic) allopathic practice કરે છે. જેના માટે તે Qualified નથી હોતા. ભારતમાં આયુર્વેદ અને હોમિયોપેથી જેવી મેડિસિન સિસ્ટમના ડોકટરો પણ એલોપથી પ્રેક્ટિસ કરી શકશે. લોકસભામાં મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સ્થાને નેશનલ મેડિકલ બિલ રજુ કરવામાં આવ્યું છે. આ બિલ પસાર થયા પછી હોમિયોપેથી કે આયુર્વેદના ડોક્ટરોએ ચોક્કસ બ્રિજ કોર્સ પૂરો કરવાનો રહશે. પછી તેઓ એલોપેથીમાં ચોક્કસ સ્તર સુધી પ્રેક્ટિસ કરી શકશે. જો Medical Fieldમાં જ જવાની ગણતરી હોય તો MBBS સિવાય Physiotherapy, BAMS, BHMS, BYNS... કંઈ પણ થઈ શકે પરંતુ જેમાં Graduation કરશો તેની જ practice કરશો તો જ તમારું આત્મગૌરવ જળવાશે, સમાજ માં પણ સન્માન જળવાશે અને average MBBS જે આવક મળવે તેનાથી વધારે કમાણી પણ કરી શકશો. હજી કોઈ Confusion બાકી રહે તો તમારા શહેરના Successful Homeopath કે Ayurvedic Practitioner ને મળી જુઓ. હા, પણ ઘણી વખત નામ આગળ Doctor લગાવાની ઈચ્છા હોય છે. Medical Scienceમાં interest નથી અને નામ આગળ Doctor લાગે તેવું સપનું છે. તો જે field માં interest છે. તેમાં તબક્કાવાર Graduation, Post Graduation, Mastery કરી research દ્વ્રારા Ph.D પૂર્ણ કરી વટભેર નામની આગળ Dr. લગાવી શકશો. મંજીલ દૂર લાગશે પણ મેળવવી અઘરી નથી, જો સાતત્યપૂર્ણ રીતે આગળ ધપવાની ભાવના હોય તો. For any questions please contact on this number:- 6356363633 Download "MK Student Guide" App : https://play.google.com/store/apps/details?id=com.mkstudent.guide

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

15 − six =