શિક્ષણનો અધિકાર અધિનિયમ (આરટીઇ) 4 ઓગસ્ટ, 2009 ના રોજ ભારતની સંસદમાં પસાર થયો અને ભારતીય બંધારણની કલમ 21 એ હેઠળ 1 એપ્રિલ 2010 થી અમલમાં આવ્યો જેનાથી ભારત દેશ શિક્ષણને દરેક બાળકનો મૂળભૂત અધિકાર ગણતા 135 દેશોમાંનો એક બન્યો.
આ અધિનિયમ 6 થી 14 વર્ષની વયના દરેક બાળકને શિક્ષણ મેળવવાનો મૂળભૂત અધિકાર આપે છે. બાળકોને આર્થિક સ્થિતિ અથવા જાતિ આધારિત અનામતના આધારે ખાનગી શાળાઓમાં પ્રવેશ આપવામાં આવે છે. તમામ ખાનગી શાળાઓએ આ આર્થિક અને સામાજિક રીતે નબળા વર્ગના બાળકો માટે 25% બેઠકો
અનામત રાખવાની રહે છે.
આ સિવાય પણ RTE ના ઘણા અગત્યના પાસા છે જેની ચર્ચા ફરી ક્યારેક...
RTE અંતર્ગત એડમીશન પ્રક્રિયા વિષે વિનામૂલ્યે માર્ગદર્શન માટે અમારા કેરિયર ગાઈડનો સંપર્ક કરવો.
પૂરો એક્ટ વાંચવા સમજવા નીચેની લીંક ક્લિક કરો.
https://docs.google.com/file/d/0B91tc2Gr679IdmZEZFBuYnNqNkE/edit?pli=1