Que : Ruchita Katara : મારુ નામ રૂચિતા છે. હું 12th સાયન્સ પાસ છું. મારે બાયોલોજીના શિક્ષક બનવું છે તો એના માટે શું કરવું પડશે?
Ans:
હેલો રૂચિતાબેન... જાણીને આનંદ થયો કે તમને શિક્ષક બનવું છે. સમાજમાં શિક્ષકને ખુબ આદર અને માન આપવામાં આવે છે. એક શિક્ષક લાખો બાળકોનું ભવિષ્ય બનાવી શકે છે. બાયોલોજી વિષય ઘણો રસપ્રદ વિષય છે. બાયોલોજીના શિક્ષક વિધાર્થીને પ્રાણી અને મનુષ્ય બાયોલોજી, ઇકોલોજી અને વનસ્પતિશાસ્ત્ર વિશે શીખવે છે. બાયોલોજીના શિક્ષક બનતા પહેલા નક્કી કરી લેજો તમને આ વિષયમાં રસ છે? જો જવાબમાં હા હોય તો જ આગળ વધજો.. બાયોલોજી વિષયમાં નિપૂર્ણ હોવું પુરતું નથી. સમય બદલાતા ટેકનોલોજી વર્ગખંડનો એક અભિન્ન ભાગ બની ગઈ છે. તેથી શિક્ષકે નવીનતમ ટેકનોલોજી અને સાધનોમાં પણ નિપુણ હોવું જરૂરી છે. બાયોલોજી શિક્ષક બનવા માટે ૧૨ સાયન્સ પાસ કર્યા બાદ બેચલર ડીગ્રી મેળવાની રેહશે. તમે B.Sc મુખ્ય વિષય બાયોલોજી સાથે પાસ કરીને આગળ B. Ed માં એડમીશન મેળવી શકો છો. જો તમને બાયોલોજીમાં વધુ રસ હોય તો તમે માસ્ટર ડીગ્રી પણ મેળવી શકો છો. સરકાર દ્વારા લેવાતી પરિક્ષા પાસ કરીને સરકારી શિક્ષક પણ બની શકો છો. તમારી પાસે કારકિર્દી બનાવવા માટે ઘણા બધા વિકલ્પ છે. પ્રાઇવેટ સ્કુલમાં અનુભવ મેળવી શકો છો. તમે પોતાનું કોચિંગ સેન્ટર પણ શરૂ કરી શકો છો. Best of luck...
કારકિર્દી સંબંધિત પ્રશ્નોના સમાધાન માટે "MK Student Guide App" ને ડાઉનલોડ કરો.