Que : Suhana Pathan : NEET અને Jee Main પરીક્ષાની તૈયારી કઇ રીતે કરવી?
Ans :
સુહાનાબેન, ખરેખર તમે Neet અને Jee Main બંને માટે તૈયારી કરી શકો છો. પરંતુ આખરે તમારે તેમાંથી એક પસંદ કરવો જોઈએ. સૌપ્રથમ તમારે બેમાંથી એક પરીક્ષા આપવી જોઈએ તેને સૌથી વધુ પ્રાધાન્યતા આપવી જોઈએ પછી વિષયમાં તમારી ક્ષમતા અને ઉણપ અનુસાર તૈયારી કરી જોઈએ. અને મારા મત મુજબ બંને પરીક્ષાની તૈયારી સાથે કરશો તો બંનેમાં સારા માર્ક્સ મેળવી નઈ શકો. Jee Exam માં ઉચ્ચ સ્તરના Physics ના પ્રશ્નો વધુ હોય છે જયારે NEET Exam માં આ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવતા નથી. Jee Exam માં ગણિતના પ્રશ્નો વધુ હોય છે જયારે NEET Exam માં જીવવિજ્ઞાનના પ્રશ્નો વધુ હોય છે. Chemistry વિષયના પ્રશ્નો બંનેમાં સમાન સ્તરના હોય છે.
==> પરીક્ષાની તૈયારી માટે :
1) દરરોજ 6 થી 8 કલાક વાંચન કરો.
2) સતત રીવીઝન કરો.
૩) જુના પ્રશ્નપત્ર લખવાની પ્રેક્ટીસ કરો.
4) વાંચન માટે યોગ્ય ટાઇમ-ટેબલ બનાવો.
5) સોશિયલ મીડિયા-ટીવીમાં સમય ના બગાડો.
Best of Luck....
કારકિર્દી સંબંધિત પ્રશ્નોના સમાધાન માટે "MK Student Guide App" ને ડાઉનલોડ કરો.